ઉનાળામાં શેડ નેટ
ગુજરાતમાં ઉનાળાની ગરમી વધે ત્યારે, શેડ નેટ તમારા ગુલાબને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આ મુદ્દાઓ યાદ રાખો:
- 50% કે ઓછી શેડ નેટ વાપરો.
- સફેદ શેડ નેટ પસંદ કરો કારણ કે તે ગરમી વધુ સારી રીતે પરાવર્તિત કરે છે.
50% થી વધુ શેડ નેટ કેમ નહીં? 50% થી વધુ શેડ નેટ તાપમાન તો ઘટાડશે, પણ light intensity પણ ઘટાડશે. ગુલાબને સારી વૃદ્ધિ અને ફૂલ માટે 50,000 lux light intensity જોઈએ. 30,000-40,000 lux થી નીચે જાય તો વૃદ્ધિ ધીમી પડે છે. 50% શેડ નેટ સાથે પણ કડક ઉનાળાના તડકામાં 30,000 lux થી નીચે જતું નથી, જે ગુલાબ માટે પૂરતું છે.